રાજકોટમાં મહિલા પ્રોફેસરનું કારખાનેદાર સાથે અફેર, પત્નીને ખુરશી પર જ ઢીબી નાખી, જુઓ CCTV
રાજકોટમાં મહિલા પ્રોફેસરનું કારખાનેદાર સાથે અફેર, પત્નીને ખુરશી પર જ ઢીબી નાખી, જુઓ CCTV
July 26, 2026 11:26 AM
રાજકોટ શહેરમાં પતિ-પત્ની ઔર વોનો વધુ એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. શહેરના ૮૦ ફૂટ રોડ પર આવેલા સત્યમ પાર્ક વિસ્તારમાં રહેતી પોતાની પુત્રીને ટ્યુશન ક્લાસ કરાવવા આવતી એક મહિલા પ્રોફેસર સાથે સ્થાનિક કારખાનેદારને આંખ મળી ગઈ હતી. બંને વચ્ચે પ્રેમ સંબંધ પાંગરતાં કારખાનેદારના પરિવારમાં ભંગાણ સર્જાયું હતું અને ઘરકંકાસ પરાકાષ્ઠાએ પહોંચ્યો હતો.
આ આડાસંબંધ બાબતે વિરોધ દર્શાવતાં કારખાનેદાર પતિ ઉશ્કેરાઈ ગયો હતો અને ગઈકાલે તેણે પોતાની પત્ની પર હુમલો કરી ઢોર માર માર્યો હતો. પતિના મારઝૂડના કારણે પરિણીતાને શરીરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઘટના બાદ પરિણીતાને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.