દેવભુમિ દ્વારકા જિલ્લા કક્ષાની બેટરી ટેસ્ટ તા.૧૧ ફેબ્રુઆરીના રોજ યોજાશે
દેવભુમિ દ્વારકા જિલ્લા કક્ષાની બેટરી ટેસ્ટ તા.૧૧ ફેબ્રુઆરીના રોજ યોજાશે
February 05, 2026 07:11 AM
ગુજરાત સરકારશ્રીના રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિ વિભાગ-ગાંધીનગર અંતર્ગત સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત-ગાંધીનગર દ્વારા આયોજીત અને જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર-દેવભૂમિ દ્વારકા દ્વારા સંચાલિત જિલ્લા કક્ષાના સ્પોર્ટ્સ સ્કુલમાં પ્રવેશ પ્રક્રિયા અંતર્ગત ખેલ મહાકુંભ અંતર્ગતની તાલુકાકક્ષા એથ્લેટીકસ રમતમાં અં.-૯ અને અં.-૧૧ માં પ્રથમ ૧ થી ૮ ક્રમે પસંદગી તથા ઇનસ્કુલ અને ડિ.એલ.એસ.એસ.ના અં.૧૧ના પસંદગી પામેલ ૦૬ ખેલાડીઓ ભાઈઓ/બહેનો માટે જિલ્લા કક્ષાની બેટરી ટેસ્ટ તા.૧૧/૦૨/૨૦૨૬ના રોજ મયુર શેક્ષણિક સંકુલ, નંદાણા ખાતે યોજાશે. જેથી લાગુ પડતાં તમામ ખેલાડીઓએ સવારે ૭:૩૦ કલાકે બેટરી ટેસ્ટના સ્થળે પહોંચવા જિલ્લા રમત વિકાસ અધિકારીની યાદીમાં જણાવાયું છે.
વધુ માહિતી માટે કચેરી સંપર્ક બનેસિંહ સિસોદિયા મો.૯૫૮૬૭૬૬૪૪૫ તેમજ બેટરી ટેસ્ટ કન્વીનર મિલનભાઈ વ્યાસ, એથ્લેટીક કોચ મો.૯૨૬૫૨૭૧૮૨૦નો સંપર્ક કરી શકાશે.