સીએ બનવાનું સ્વપ્ન જોનારા ઉમેદવારોની રાહ હવે પૂરી થઈ ગઈ છે. ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયા (આઇસીએઆઇ)એ આજે આઇસીએઆઇ સીએ ફાઇનલ પરિણામ 2026 જાહેર કર્યું છે. જેમાં પંજાબના પટિયાલાનો નૂર સિંગલાએ સમગ્ર દેશમાં ટોપ કર્યું છે.
જે ઉમેદવારોએ સીએ ફાઇનલ પરીક્ષા આપી હતી અને પરિણામની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા તેઓ આઇસીએઆઇની સત્તાવાર વેબસાઇટ પર જઈને તેમના પરિણામો ડાઉનલોડ કરી શકે છે. ઉમેદવારોએ પરિણામ ડાઉનલોડ કરવા માટે તેમના લોગિન ઓળખપત્રોનો ઉપયોગ કરવાની જરૂર પડશે. પરિણામોની સાથે, આઇસીએઆઇએ પાસિંગ ટકાવારી અને મેરિટ લિસ્ટ પણ જાહેર કર્યું છે.
સીએ ફાઇનલ પરીક્ષાના પરિણામો જાહેર થયા છે. આ વર્ષે પટિયાલાનો નૂર સિંગલાએ સીએ પરીક્ષામાં ૮૩.૧૭ ટકા સ્કોર સાથે ટોપ કર્યું છે. હાવડાના રિતિજ સરરાફે ૪૭૫ ગુણ (૭૯.૧૭%) સાથે બીજો ક્રમ મેળવ્યો: ડોમ્બિવલીના સોહન અનિલ માંજરેકરે ૪૭૩ ગુણ (૭૮.૮૩%) સાથે ત્રીજો ક્રમ મેળવ્યો છે.
સીએ ઇન્ટરમીડિયેટ જાન્યુઆરી 2026ની પરીક્ષામાં પાસ થવાની ટકાવારી પ્રમાણમાં ઓછી હતી. ગ્રુપ વનમાં હાજર રહેલા 105,526 ઉમેદવારોમાંથી 14,733 પાસ થયા હતા, જે 13.96 ટકા પાસ થવાની ટકાવારી દર્શાવે છે. ગ્રુપ ટુમાં હાજર રહેલા 69,477 ઉમેદવારોમાંથી 10,798 પાસ થયા હતા, જે 15.54 ટકા પાસ થવાની ટકાવારી દર્શાવે છે. બંને ગ્રુપમાં હાજર રહેલા 41,798 ઉમેદવારોમાંથી 3,924 પાસ થયા હતા. આ શ્રેણીમાં કુલ પાસ થવાની ટકાવારી 9.39 ટકા હતી.