જામનગર : ઇટ્રા દ્વારા આયુર્વેદ અંગે જાગૃતિ રેલી...
જામનગર : ઇટ્રા દ્વારા આયુર્વેદ અંગે જાગૃતિ રેલી...
October 03, 2025 06:28 AM
આયુષ મંત્રાલય, ભારત સરકાર હેઠળના ઇટ્રા જામનગર દ્વારા ૧૦મા આયુર્વેદ દિવસની ઉજવણી અન્વયે વિવિધ શ્રેણીબદ્ધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી ચૂક્યું છે.
આ ઉજવણી અંતર્ગત એક રેલીનું આયોજન આજરોજ તા. ૨૦ સપ્ટેમ્બરના રોજ કરવામાં આવ્યું હતું. આ રેલીનો હેતુ સર્વાંગી સ્વાસ્થ્ય અને સુખાકારીને પ્રોત્સાહન આપવામાં આયુર્વેદના મહત્વ વિશે જાગૃતિ ફેલાવવાનો હતો. વધુમાં આયુર્વેદના આપણા સમૃદ્ધ વારસાને પ્રોત્સાહન આપવા અને જાળવવા માટેનો હતો. જેમાં ઇટ્રાના વિદ્યાર્થીઓ અને સ્ટાફ સભ્યોએ ઉત્સાહ ભેર ભાગ લીધો હતો.
રેલીને સંસ્થાના ઇ. ચા. ડાયરેક્ટર પ્રો. વૈદ્ય બી. જે. પાટગિરી દ્વારા પ્રસ્થાન કરવામાં આવ્યું હતું તેમજ ડિન, ડેપ્યુટી ડાયરેક્ટર, વિભાગ અધ્યક્ષો અને કર્મચારીઓ જોડાયા હતા.