BREAKING NEWS

સાપને બચાવવા જતાં કલાકાર હકાભા ગઢવીની કાર ગોધરા નદીમાં ખાબકી, મિત્રોએ સમયસર બચાવતાં મોટી દુર્ઘટના ટળી

  • July 27, 2026 07:15 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


જાણીતા હાસ્ય કલાકાર હકાભા ગઢવીનો  અકસ્માતનો બનાવ સામે આવ્યો છે. પીપળા અને બૈસાબગઢ ગામ વચ્ચે આવેલી ગોધરા નદીમાં તેમની ફોર્ચ્યુનર કાર રાત્રે અંદાજે 12.30 વાગ્યાના અરસામાં ખાબકી જતાં ક્ષણિક અફરાતફરી મચી હતી.


પ્રાપ્ત વિગતો અનુસાર હકાભા ગઢવી પોતાના મિત્રો સાથે બૈસાબગઢ નજીક આવેલા હિંગળાજ માતાના મંદિરે દર્શન કરીને પરત ફરી રહ્યા હતા. તે દરમિયાન રસ્તા પર અચાનક સાપ આડો ઉતરતાં તેને બચાવવાના પ્રયાસમાં કારનું સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો. પરિણામે ફોર્ચ્યુનર સીધી ગોધરા નદીમાં ખાબકી ગઈ હતી. સદનસીબે હકાભા ગઢવીના મિત્રો અન્ય વાહનમાં પાછળ આવી રહ્યા હતા. અકસ્માત નજરે પડતાં તેઓ તરત જ મદદે દોડી આવ્યા અને હકાભા ગઢવીને સુરક્ષિત રીતે કારમાંથી બહાર કાઢા હતા. ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હોવાનું જાણવા મળ્યું છે.


અકસ્માતની જાણ થતાં આસપાસના વિસ્તારમાં લોકોના ટોળેટોળા ઉમટી પડા હતા. સમયસર મિત્રોએ દાખવેલી સતર્કતા અને બચાવ કામગીરીને કારણે મોટી જાનહાનિ ટળી હોવાનું સ્થાનિકોમાં ચર્ચાઈ રહ્યું છે. હાલ હકાભા ગઢવી સુરક્ષિત હોવાનું જાણવા મળ્યું છે.સાપને બચાવવાનો પ્રયાસ કરતા  હકાભા ગઢવીની ફોચ્ર્યુનર ગોધરા નદીમાં ખાબકી હતી. 
હકાભા ગઢવીએ જણાવ્યું હતું કે, હિંગળાજ માતાના કારણે તેમનો આબાદ બચાવ થયો હતો, જો કાર પલ્ટી મારી ગઇ હોત તો મોત નિપજી શકત માની કૃપાથી આબાદ બચાવ થયો છે અને મોટી દુર્ઘટના ટળી છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application