રાજકોટમાં લુખ્ખાઓએ યુવકને બેફામ માર્યો, ફડાકા અને લાતો મારી અધમૂઓ કરી દીધો, લોકોના ટોળા ઉમટ્યા
રાજકોટમાં લુખ્ખાઓએ યુવકને બેફામ માર્યો, ફડાકા અને લાતો મારી અધમૂઓ કરી દીધો, લોકોના ટોળા ઉમટ્યા
October 23, 2025 04:18 AM
#aajkaal ટીમ
રાજકોટમાં અસામાજિક તત્વોને કાયદાની કોઈને પડી ના હોય તેવું લાગી રહ્યું છે, રાજકોટમાં અસામાજિક તત્વો બેફામ બન્યા છે અને યુવકને જાહેરમાં માર માર્યો હોવાની વાત સામે આવી છે, 4-5 લુખ્ખા તત્વોએ યુવકને માર માર્યો છે અને યુવકને માર મારતો વીડિયો વાયરલ થયો છે
મળતી માહિતી મુજબ મારામારીનો વધુ એક વિડિયો આવ્યો સામે છે. રાજકોટના કિસાનપરા ચોક નજીક અસામાજિક તત્વોએ એક યુવકને જાહેરમાં માર માર્યો હોવાની વાત સામે આવી છે, ચારથી પાંચ શખ્સો એક યુવકને ઢીકાપાટુનો માર મારતો વીડિયો સામે આવ્યો છે. કયા કારણોસર યુવકને માર મરાયો તેનું કારણ અકબંધ છે અને રાજકોટમાં છેલ્લા ઘણા સમયથી લુખ્ખાઓનો આતંક ચરમસીમાએ પહોચ્યો છે. વાયરલ વિડીયોના આધારે પ્ર.નગર પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે. માર મારનાર શખ્સો હજી પોલીસની પકડમાં આવ્યા નથી.