હળવદ ચરાડવા ગુરૂકુલ પાસે પૂરઝડપે આવતી કારે વૃધ્ધાને કચડયા
હળવદ ચરાડવા ગુરૂકુલ પાસે પૂરઝડપે આવતી કારે વૃધ્ધાને કચડયા
February 20, 2026 05:22 AM
વૃધ્ધાનું સારવાર દરમિયાન મોત: ચાલક ફરાર
હળવદ તાલુકાના ચરાડવા ગામે મોરબી–હળવદ હાઈવે પર આવેલ ચરાડવા ગામે ગુકુલ સામે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. રોડ ક્રોસ કરી રહેલી ૭૦ વર્ષીય વૃદ્ધાને પૂરઝડપે આવતી કારે અડફેટે લેતા ગંભીર ઇજાઓ પહોંચી હતી. સારવાર દરમિયાન તેમનું કણ મોત નિપજતા પરિવારમાં શોકની લાગણી છવાઈ છે. પ્રા માહિતી મુજબ, જુના રાસંગપુર ગામના રહેવાસી ઘનશ્યામભાઈ ચતુરભાઈ પરમારે હળવદ પોલીસ સ્ટેશન ખાતે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે તેઓ અને તેમના માતા તખુબેન (ઉ.વ.૭૦) સ્વામીનારાયણ મંદિર ચરાડવા ખાતે સાહ સાંભળવા ગયા હતા. બપોરના સમયે તખુબેન સંબંધીના ઘરે જવા નીકળ્યા હતા ત્યારે ચરાડવા ગુકુલ સામે રોડ ક્રોસ કરતી વખતે મોરબી તરફથી આવતી કાર નં.જીજે–૩૬–આર–૯૪૯૯ના ચાલકે બેદરકારીપૂર્વક વાહન હંકારી તેમને જોરદાર ટક્કર મારી હતી. અકસ્માત બાદ કારચાલક ગાડી સાથે નાસી છૂટો હતો. અકસ્માતમાં તખુબેનને માથા, હાથ અને પગના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી. તેમને તાત્કાલિક સારવાર માટે ચરાડવા સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, યાં સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું. પોલીસે ગુનો નોંધી ફરાર કારચાલકને ઝડપી પાડવા તપાસનો દોર તેજ કર્યેા છે