રાજકોટ મનપાની તમામ ઓફિસોમાં શુક્રવારે આધાર કાર્ડની કામગીરી બંધ રહેશે
રાજકોટ મનપાની તમામ ઓફિસોમાં શુક્રવારે આધાર કાર્ડની કામગીરી બંધ રહેશે
February 03, 2026 09:41 AM
રાજકોટ મનપાની તમામ ઓફિસોમાં તા.૬ને શુક્રવારે આધાર કાર્ડની તમામ કામગીરી બંધ રહેશે. વિશેષમાં રાજકોટ મહાપાલિકાના આધાર વિભાગના મેનેજરએ જણાવ્યું હતું કે, મુખ્ય કચેરી, ઝોન કચેરી તેમજ તમામ વોર્ડની ઓફિસના આધાર કેન્દ્રોના ઓપરેટરો તેમજ સુપરવાઈઝરોને યુનિવર્સલ ક્લાયન્ટ ફોર માસ્ટર ટ્રેઇનર્સ બાય યુ.આઇ.ડી.એ.આઇ. વિષય અંતર્ગત આગામી તા.૬.૨.૨૦૨૬ને શુક્રવારના રોજ રાજકોટ કલેકટર કચેરી ખાતે તાલિમ આપવામાં આવનાર હોય તમામ આધાર ઓપરેટર તેમજ સુપરવાઈઝરોને તાલીમ માટે જવાનું હોવાથી તમામ આધાર કેન્દ્રો તા.૬ ફેબ્રુઆરી શુક્રવારના રોજ બંધ રહેશે જેથી જાહેર જનતાને આ દિવસે આધાર કેન્દ્રની મુલાકાત નહીં લેવા અનુરોધ છે.