બાળ સંરક્ષણ ગૃહમાંથી રવિવારે સવારે ૧૧ બાળ આરોપી ફરાર થવાની ઘટનામાં વધુ એક સગીર આરોપીને નવલખી બંદરથી એસઓજીની ટીમે ઝડપી લીધો છે. જયારે હજુ ત્રણ ફરાર બાળ આરોપીની શોધખોળ યથાવત છે.
ગોંડલ રોડ પર આવેલા બાળ સંરક્ષણ ગૃહમાંથી ૧૧ સગીર ભાગી જવાની ઘટના બાદ તુરંત જ એક પાકિસ્તાની સગીર પોતાની મેળે પરત ફર્યો હતો અને મોડી સાંજ સુધીમાં પોલીસે છ બાળ આરોપીને લીંબડી, વિરમગામ, બોટાદ અને નળસરોવરથી પકડી પાડી અન્ય સગીરોને પકડવા પોલીસની ૧૩ ટીમો કામે લાગી હતી.
બનાવને લઇ એસઓજીની ટીમના પીઆઈ એન.બી.ચૌધરીની રાહબરીમાં પીએસઆઇ એમ.વી.જાડેજા જાડેજા ટીમ સાથે તપાસમાં હતા ત્યારે મળેલ ચોક્કસ બાતમીના આધારે ટીમે નવલખી બંદરથી એક સગીર આરોપીને ઝડપી લઈ તેની પુછતાછ કરી હતી. પૂછતાછમાં બાળ આરોપી જણાવ્યું હતું કે, તે રવિવારે સવારે બાળ સંરક્ષણ ગૃહમાં હતો આવે ત્યારે અન્ય આરોપીઓ પણ નાસી છૂટતા જોવા મળતા તે પણ તેમની સાથે નાસી છૂટ્યો હતો. તે એકલો ભક્તિનગર રેલ્વે સ્ટેશન પર પહોંચ્યો હતો. પરંતુ તેમની પાસે રૂપિયા ન હોવાથી તે રેલવે ટ્રેક પર જ ચાલવા લાગ્યો હતો. સતત સાત કલાક ચાલ્યા બાદ તે મોરબીથી 30 કિલોમીટર દૂર રહેતા ત્યાં નજીકમાંથી એક રીક્ષા ચાલકને મારી પાસે રૂપિયા ન હોવાનું કહી રિક્ષામાં બેસી મોરબી પહોંચ્યો હતો. ત્યાંથી ડેમૂ ટ્રેનમાં બેસી નવલખી બંદર પહોંચ્યો હતો.
કુલ નાસી છૂટેલા ૧૧ બાળ આરોપીથી કુલ ૮ સગીરને પોલીસે ઝડપી લીધા છે. જ્યારે બાકી રહેલા અન્ય ત્રણ બાળ આરોપીને શોધવા ક્રાઈમ બ્રાન્ચ સહિતની અલગ અલગ ટીમોએ આંતરરાજ્ય તપાસ હાથ ધરી છે.